પૃથ્વીના ચુંબકત્વ વિષે માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પૃથ્વીની સપાટી પર જુદા-જુદા સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રોની પ્રબળતા જુદી-જુદી હોય છે.

આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $10^{-5} T$ ના ક્રમનું છે.

એવું માનવામાં આવતું હતું કे પૃથ્વીના પેટાળમાં ઊંડે તેની બમણા અક્ષ પર રહેલાં ખૂબ મોટા ગજિયા ચુંબકના કારણે આ યુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું છે, પરંતુ આ બાબત સત્ય નથી.

અત્યારે એવું માનવામાં આવે છે, કे પૃથ્વીના કેન્દ્રિય ભાગ (ગર્ભ, $Core$)ની બહારના વિસ્તારમાં રહેલા પિગળેલ પ્રવાહી (મોટા ભાગે પિગળેલ લોખંડ અને નિક્લ)ની સંવહન ગતિના કારણે વિદ્યુતપ્રવાહો ઉદ્મવવે છે. જેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્રૂવે છે. આ અસરને ડાઇનેમો અસર કહે છે.

પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રરેખાઓ ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્રરેખાઓ જેવી છે.

પૃથ્વીના કેન્દ્રમાં રહેલા કાલ્પનિક ગજિયા ચુંબકની અક્ષ અને પૃથ્વીની ભ્રમણ અક્ષ એકજ નથી. હાલ બંને અક્ષ વચ્ચેનો ખૂણો $11.3^{\circ}$ છે.

આ દ્રીધ્રુવી (ગજિયા યુંબક)ના કારણે ચુંબકીય ક્ષેત્રરેખાઓ પૃથ્વીમાંથી જ્યાંથી બહાર નીકળે છે અથવા સમાય છે, ત્યાં ચુંબકીય ધ્રુવો આવેલાં છે.

ચુંબકીય ઉત્તર ધ્રુવનું સ્થાન $79.74^{\circ} N$ અક્ષાંશ અને $71.8^{\circ} W$ રેખાંશ પર ઉત્તર કેનેડામાં ક્યાંક આવેલું છે. ચુંબકીય દક્ષિણ ધ્રુવ એન્ટાર્ટિકામાં $79.14^{\circ} S , 180.22^{\circ} E$ સ્થાને આવેલ છે.

પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ પાસે આવેલાં ધ્રુવને ઉત્તર ચુંબકીય ધ્રુવ કહે છે. તે જ રીતે, ભૌગોલિક દક્ષિણ ધ્રુવ પાસે આવેલાં ધ્રુવને દક્ષિણ ચુંબકીય ધ્રુવ કહે છે.

ધ્રુવોના નામકરણમાં થોડીક દુવિધા એ છે, કે આકૃતિમાં દર્શાવેલ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રરેખાઓ અને ગાજિયા ચુંબકની ક્ષેત્રરેખાઓ નીયે પ્રમાણે વિપરીત છે.

$(1)$ ઉતર ચુંબકીય ધ્રુવ $N _{ m }$ માં ક્ષેત્રરેખાઓ અંદર પ્રવેશે છે.

$(2)$ દક્ષિણ ચુંબકીય ધ્રુવ $N _{ s }$ માંથી ક્ષેત્રરેખાઓ બહાર આવે છે.

આ પ્રણાલી પડવાનું કારણ એ છે,કે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવ તરફ રહેતો હતો.

આમ,ચુંબકનો ઉતર ધ્રુવ પણ ઉતરદિશા તરફ રહેતો (ઉતર દિશા દર્શાવતો)હોવાથી તેનું નામ ઉતર ધ્રુવ પડ્યું છે.આમ, હકીક્તમાં પૃથ્વીની અંદર ઉત્તર ચુંબકીય ધ્રુવ જાણે કે પૃથ્વી ચુંબકના દક્ષિણ ધ્રુવની જેમ વર્તે છે અને પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ જાણે કે પૃથ્વી યુંબકના ઉત્તર ધ્રુવની માફક વર્તે છે.

901-s73g

Similar Questions

એક સ્થળે ડીપ એન્ગલ $60°$ અને પૃથ્વીના ચુંબકીયક્ષેત્રની તીવ્રતા $0.64 \,units$  હોય,તો પૃથ્વીના ચુંબકીયક્ષેત્રની સમક્ષિતિજ તીવ્રતા કેટલા .....$ units$ થાય?

પૃથ્વીના સમક્ષિતિજ ઘટક $0.34 \times {10^{ - 4}}\,T$ના કારણે ટેન્જેન્ટ ગેલ્વેનોમીટરની સાથેનું આવર્તન $30^o$ થાય તો કોઇલની ચુંબકીય તીવ્રતા કેટલી થશે?

  • [AIIMS 2000]

એક ચુંબકીય હોકાયંત્ર (compass) ની સોયને $45^o$ જેટલો ડીપ એન્ગલ ધરાવતા સ્થાને મુક્તા તે એક મિનિટમાં $30$ વખત અને $30^o$ જેટલો ડીપ એન્ગલ ધરાવતા સ્થાને મુક્તા તે એક મિનિટમાં $40$ ભ્રમણ કરે છે.જો $B_1$ અને $B_2$ એ બંને સ્થાને પૃથ્વીને લીધે ઉત્પન્ન થતું કુલ ચુંબકીય ક્ષેત્ર હોય તો તેમનો ગુણોત્તર $B_1/B_2$ કેટલો થાય?

  • [JEE MAIN 2019]

પૃથ્વીના ચુંબકત્વ અંગે નીચેના પ્રશ્નોના જવાબ આપો:

$(a)$ સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે ત્રણ રાશિઓ (મૂલ્યો)ની જરૂર પડે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા રૂઢિગત રીતે વપરાતી ત્રણ સ્વતંત્ર રાશિઓના નામ આપો.

$(b)$ દક્ષિણ ભારતમાં આવેલા એક સ્થળ પાસે ડીપ કોણ (નમનકોણ) લગભગ $18^o$ છે. બ્રિટનમાં ડીપ કોણ મોટોકે નાનો હશે? 

$(e)$ જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો નકશો બનાવો તો શું ત્યાં આ રેખાઓ જમીનમાં જતી કે બહાર નીકળતી હશે?

$(d)$ ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર જ ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે કરી શકતી ચુંબકીય સોય રાખીએ તો તે કઈ દિશામાં રહેશે?

$(e)$ એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, તેના કેન્દ્ર પર મુકેલા $8 \times 10^{22}\; J \,T^{-1}$ જેટલી મેગ્નેટીક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. આ સંખ્યાના માપક્રમની કોઇ રીતે ખરાઈ $(Check)$ કરો. 

$(f)$ ભૂવિજ્ઞાનીઓ દર્શાવે છે કે મુખ્ય ચુંબકીય $N-S$ ધ્રુવો સિવાય, પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં રહેલા બીજા બધા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. આવું કેવી રીતે શક્ય બને ?

સમક્ષિતિજ સમતલમાં ગતિ કરી શકે તેવી હોકાયંત્રની સોયને ભૌગોલિક ધ્રુવ પાસે લઈ જતાં તે .... 

  • [AIPMT 2012]